યુક્રેન પર રશિયાના આક્રમણ પછી કાળા સમુદ્રમાં ઉદ્યોગોની શિપિંગ એક્ટિવિટી બંધ થઈ ગઈ છે. જોકે, યુક્રેનના એક કમાન્ડરે જણાવ્યું હતું કે, રશિયન સૈન્યે કાળા સમુદ્રમાં રોમાનિયાના એક જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. રોમાનિયા નાટોનું સભ્ય હોવાથી યુક્રેનનું યુદ્ધ હવે નાટો સુધી પણ લંબાય તેવી આશંકા છે.
કાળા સમુદ્રમાં ગુરુવારથી જ શિપિંગ ઈન્ડસ્ટ્રીની પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે. સી ઓફ અઝોવમાં પણ કોમર્શિયલ શિપિંગ બંધ કરી દેવાયું છે અને મોટાભાગની શિપિંગ કંપનીઓને યુક્રેનના બંદરે આવતા અટકાવાઈ છે. યુક્રેન નાટોનું સભ્ય ન હોવાથી નાટોએ રશિયા સામે કોઈ સૈન્ય કાર્યવાહી કરી નહોતી. પરંતુ હવે નાટોના સભ્ય રોમાનિયાના જહાજ પર હુમલો થયો હોવાથી નાટો ધૂંઆપૂંઆ થયું છે અને તે રશિયા સામે યુદ્ધ કરે તેવી આશંકા પ્રબળ બની છે.