કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેને જોતાં એવી અટકળે જોર પકડયું છે કે દેશમાં ફરી એક વખત લોકડાઉન લાગુ થઈ શકે છે. જો કે આ અટકળ પર સરકારે પૂર્ણવિરામ મુકી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ફરીથી લોકડાઉન લાગવાની વાતનો છેદ ઉડાવી દીધો છે.
તેમણે કહ્યું કે દેશમાં અત્યારે લોકડાઉન લગાવવાની જરૂર નથી. રાજ્યો સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રીત કરવા પર કામ કરાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જ અન્ય અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈને માઈક્રો લોકડાઉનનો અધિકાર રાજ્યો પાસે છે.