-
કાશ્મિરથી કન્યાકુમારી અને કચ્છથી કોલકત્તા સુધી એમ રાષ્ટ્રભરમાં આજે ભારતના મહાન સપૂત અને દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીને તેમની 148મી જન્મજ્યંતીએ ભાવનાત્મક ભાવાંજલિ અર્પવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે સર્વધર્મ પ્રાર્થનામાં શબ્દાંજલિ આપી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગાંધીજીની સમાધિ સ્થળ રાજઘાટ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી હતી. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં પણ શ્રધ્ધાજંલિનો કાર્યક્રમ યોજાયો હતો.