ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે ભારતના સ્પેસ ઈકોસિસ્ટમને મજબૂત કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાની પ્રશંસા કરી છે. નેશનલ સ્પેસ ડેના અવસર પર સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, સોમનાથે સ્પેસ સેક્ટરને આગળ વધારવા માટે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ તાજેતરના નીતિ સુધારાઓ અને પહેલો પર નિવેદન આપ્યું હતું.
ઈસરોના પ્રમુખે કહ્યું કે ભારતના સ્પેસ સેન્ટરમાં ઘણા મહત્વપૂર્ણ નીતિગત હસ્તક્ષેપમાં પીએમ મોદીનું નેતૃત્વ મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન તરીકે મોદીએ માત્ર નીતિઓ જ નથી બનાવી પરંતુ તેનો સરકારી તંત્ર દ્વારા અમલ પણ કર્યો છે.