વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વૈશ્વિક નિષ્ણાતોનું માનવું છે કે ભારત લોકતાંત્રિક સુપરપાવર તરીકે ઊભરી રહ્યું છે અને દેશની અસાધારણ પ્રતિભા ઈકોસિસ્ટમથી તેઓ પ્રભાવિત છે. તેઓ પણ સ્વીકારે છે કે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. નવી પોલિસી લોજિસ્ટિક સેક્ટરના પડકારોનો ઉકેલ લાવશે.