રાષ્ટ્રીય સ્તરની સ્વિમર 23 વર્ષની તનુકાનો મૃતદેહ ગુરુવારે તેના ઘરમાંથી મળી આવ્યો. પશ્ચિમ રેલવેમાં જુનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતી તનુકા એક વર્ષથી લોઅર પરેલમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેના પાડોશીઓએ જણાવ્યું કે તનુકા કદી કોઈની સાથે હળતીભળતી નહોતી, અને તેથી જ તેની સિદ્ધિઓ વિશે હવે તેમને જાણ થઈ હતી. તેના ઘરે માત્ર તેનાં માતા-પિતાને જ આવતાં જતાં લોકોએ જોયાં હતાં.