સાણંદ તાલુકાના ચેખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નેશનલ ગર્લ ડે ઉજવાયો હતો. 36 દીકરીઓનું અમદાવાદનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવનાં હસ્તે પૂજન અને સન્માન કરાયું હતું. દરેક દીકરીઓને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. દિકરો દીકરી એક સમાનનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા અનુરોધ કરાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સંધ્યા રાઠોડ, ડૉ.કલા શાહ સહિતનાઓ હાજર રહ્યાં હતાં.