ગાંધીનગરમાં આવેલી ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબેન બાબરીયા હાજરીમાં 'તેજસ્વિની વિધાનસભા'ની શરૂઆત થઇ હતી. જેમાં 182 વિદ્યાર્થિનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યુ.
દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ 24 જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભાગૃહમાં પણ આજે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતુ. ગુજરાતમાં પ્રથમ વખત આજે 1 કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું.