વડાપ્રધાન મોદીએ શનિવારે સાંજે દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં કારગીલ વિજય દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. કારગીલ યુદ્ધના ૨૦ વર્રષ પૂરા થવાને અવસરે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કારગીલ વિજયગાથા આગામી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. યુદ્ધ સરકારો લડતી નથી, યુદ્ધ આખો દેશ લડે છે સરકાર તો આવતી- જતી રહે છે પણ જે દેશ માટે જીવવા-મરવાની પરવાહ કરતા નથી તેઓ અમર બને છે. પીએમે કહ્યું કે પાકિસ્તાને શરૂઆતથી જ છળ કર્યું છે. પાકિસ્તાને ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ માં છળ કર્યું પરંતુ ૧૯૯૯ માં પાકિસ્તાનના છળને ચારણી કરી નાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રની સુરક્ષા કાજે કોઈના દબાણ કે પ્રભાવમાં કામ નહીં થાય.