રામનવમીના અવસર પર બિહાર અને પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી હતી. બીજી તરફ હૈદરાબાદમાં રામનવમીની શોભાયાત્રા પર દરમિયાન લોકો નાથૂરામ ગોડસેની તસવીરો લઈને નાચતા નજર આવ્યા હતા. હવે આ મામલે સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા સામે આવી છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, નાથૂરામ ગોડસે ભારતનો પહેલો આતંકવાદી હતો અને એ કયા લોકો છે જે મહાત્મા ગાંધીના હત્યારાનો ફોટો લઈને નાચી રહ્યા છે? ઓવૈસીએ કહ્યું કે, જો કોઈએ ઓસામા બિન લાદેનનો ફોટો લઈને આવું કર્યું હોત તો કહેવામાં આવ્યું હોત કે, મજલિસના કારણે હૈદરાબાદ આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે અને પોલીસે ઘરના દરવાજા તોડી નાખ્યા હોત. પરંતુ હવે સન્નાટો કેમ છે?