નોઈડાના ચર્ચિત નિઠારી કાંડમાં અલ્હાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ લોકોને નિઠારી કાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુરેન્દ્ર કોલીને 12 અને મનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજાને હાઈકોર્ટે રદ કરી દીધી છે. હાઈકોર્ટે ગાઝિયાબાદની CBI કોર્ટે આપેલી ફાંસીની સજા રદ કરી દીધી છે. આ કેસમાં હાઈકોર્ટે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.