અવકાશયાત્રીઓને સ્પેસ એક્સ્પ્લોરેશનમાં ભોજન તૈયાર કરવામાં મદદરુપ થાય તેવા છોડ નાસાએ વિકસાવ્યા છે. આ છોડમાં પાણીની અને સારસંભાળની ઓછી જરુર પડશે. સંશોધકોનો દાવો છે કે તેમણે કોબીજ અને રાઈના છોડ વિકસાવ્યા છે, જે સ્પેશ સ્ટેશનની બહારની ચેમ્બર્સમાં ઉગાડી શકાશે.