બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવનની શક્યતા છે કે કેમ એની તપાસ માટે નાસા સહિતની અવકાશ સંશોધન સંસ્થાઓ સતત કાર્યરત છે. નાસાનું એક નવું મિશન ટ્રાન્સિટિંગ એક્ષોપ્લેનેટ સર્વે સેટેલાઇટ એટલે કે ટૂંકમાં, ટેસ તરીકે ઓળખાતો આ ઉપગ્રહ અવકાશમાં ધરતી જેવું બીજું ઘર છે કે કેમ એ બાબતે શોધખોળ કરશે. આ પહેલાં 2009માં નાસા દ્વારા કેપ્લર નામનો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો.