અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિસક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશને (નાસા) બરાબર ૫૦ વર્ષ બાદ ફરીથી અંતરીક્ષ સંશોધન ક્ષેત્રે નવો ઇતિહાસ લખવા પોતાનું અર્ટેમીસ-૧ રોકેટ આજે ૨૦૨૨ની ૧૬, નવેમ્બરે બરાબર ૧૨ઃ૧૭ કલાકે (અમેરિકન સમય) ચંદ્ર ભણી રવાના કર્યું છે. અર્ટેમીસ-૧ અમેરિકાના કેન્નેડી સ્પેસ સેન્ટર(ફ્લોરીડા)ના ૩૯-બી લોન્ચ પેડ પરથી રવાના થયું છે. જોકે અર્ટેમીસ-૧ને અમુક ટેકનિકલ ખામી સહિત ખરાબ હવામાન અને હરીકેન ઝંઝાવાત જેવા અવરોધ નડયા હોવાથી તેના મૂળ કાર્યક્રમ મુજબ વિલંબ થયો છે.