અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા) અને કેનેડિયન સ્પેસ એજન્સી(સીએસએ)એ તેના ૨૦૨૪,નવેમ્બરના મૂન મિશન માટે ચાર અવકાશયાત્રીઓનાં નામ જાહેર કર્યાં છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બીલ નેલ્સને નાસાના જ્હોન્સન સ્પેસ સેન્ટર(હ્યુસ્ટન)માં આ જાહેરાત કરી હતી.સ્પેસ સેન્ટરમાં પસંદ પામેલા ચારેય અવકાશયાત્રીઓ પણ હાજર રહ્યા હતા.
પસંદ પામેલા ચારેય અવકાશયાત્રીઓમાં નાસાના (ત્રણ)રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટીના હેમ્મોક કોચ તથા એક કેનેડાનો જેરેમી હેન્સન છે. કેનેડાનો જેરેમી હેન્સન પહેલો અવકાશયાત્રી છે. નાસાના અવકાશયાત્રી રીડ વાઇઝમેન કમાન્ડરની મહત્વની કામગીરી કરશે.