કોરોના સંક્રમણથી બચવા માટે હાલ વારંવાર મોં પાસે હાથ, આંખ અને નાકને સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી વાયરસ શરીરમાં પહોંચી ન શકે. નાસાની જેટ પ્રપલ્શન લેબે આ વાતનું ધ્યાન રાખીને પલ્સ નેકલેસ બનાવ્યું છે. જે ફેસ પાસે હાથ આવતા તરત જ વાઈબ્રેટ થાય છે. નાસાએ આ નેકલેસને ‘પલ્સ’ નામ આપ્યું છે. પલ્સ નેકલેસ 12 ઇંચના અંતરમાં કોઈ વસ્તુની મુવમેન્ટ થાય તો વાઈબ્રેટ થાય છે.
નાસાએ ખાસ પ્રકારનું 3D પ્રિન્ટેડ નેકલેસ બનાવ્યું છે. તેમાં ઇન્ફ્રારેડ સેન્સર લાગેલા છે, જે 12 ઇંચના અંતરમાં થતી કોઈ પણ હલચલ પર ધ્યાન રાખે છે. પલ્સમાં ૩ વોલ્ટની બેટરી છે. સેન્સરની મદદથી કોઈ પણ મુવમેન્ટની ખબર પડે છે, તેમાં હાજર મોટર વાઈબ્રેશન ઉત્પન્ન કરે છે. જેટ પ્રપલ્શન લેબે અન્ય એક મહત્ત્વની વાત પણ કહી છે કે, આ નેકલેસ માસ્કનો વિકલ્પ નથી. તેને પહેર્યા પછી પણ કોરોનાથી સાવચેત રહેવાની જરૂર છે.