પૂ.મોરારિબાપુ પ્રેરિત અધ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્ધમાન ગુજરાતી ભાષાના કવિને એમના સમગ્ર સાહિત્યને લક્ષ્યમા લઈને નસસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી એમના સાહિત્યિક પ્રદાનની વંદના કરાય છે. છેલ્લા ચાર વર્ષથી કોરોના મહામારીને કારણે આ એવાર્ડ એનાયત થઈ શક્યા ન હાતા. આગામી શરદપૃર્ણિમાએ છેલ્લા ચાર વર્ષના નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે. આ માટે ચયન સમિતિએ પસંદ કરેલા એવોર્ડ પ્રાપ્તકર્તા કવિઓ આ પ્રમાણે છે.
1. વર્ષ 2020 કવિશ્રી જવાહર બક્ષી
2. વર્ષ 2021 વર્ષ કવિશ્રી રાજેશ વ્યાસ મિસ્કીન
3. વર્ષ 2022 વર્ષ કવિશ્રી યજ્ઞેશ દવે
4. વર્ષ 2022 વર્ષ કવિશ્રી ઉદયન ઠક્કર
આગામી શરદ પૃર્ણિમાના અવસરે જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહ. શ્રી કૈલાસ ગુરુકુળ , મહુવા(જી. ભાવનાગર) ખાતે તા. 28 ઓક્ટોબર, 2023, સવારના 10 કલાકે આયોજિત ઓવર્ડ અર્પણ કાર્યક્રમમાં આ ચારેય કવિઓ નરસિંહ મહેતા ઓવોર્ડ , શાલ સુત્રમાળા તથા રૂ 1 લાખ 51 હજારની સન્માન રાશિ એનાયત કરી એમના કાર્યક્રમની વંદના કરવામાં આવશે. આ પ્રસંગે પૂ. મારારિબાપુ મંગલ ઉદબોધન કરશે. ગુજરાતી ભાષાના ગણમાન્ય વિદ્ધનોની ઉપસ્થિતિ રહેશે. વિગતવાર કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે.