PM મોદીનાં ગુજરાત પ્રવાસ મામલે મળતી માહિતી પ્રમાણે PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસમાં 16 સપ્ટેમ્બરનાં રોજ રાતે 11 કલાકે એરપોર્ટ પર આવશે. જ્યાં CM વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડલ દ્વારા તેમનું સ્વાગત કરાશે. બીજા દિવસે એટલે પોતાના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે માતા હીરાબાનાં વહેલી સવારે આશીર્વાદ લેવા જશે. જે બાદ 8 વાગ્યે કેવડિયા પહોંચશે અને PM મોદી સરદાર સરોવર ડેમ પહોંચીને નર્મદા મૈયાનાં વધામણાં કરશે. બપોરે 2 વાગ્યે ગાંધીનગર સચિવાલય ખાતે આવશે. PM મોદી રાજભવન ખાતે આયોજિત વિશેષ બેઠકમાં હાજરી આપશે.
PM મોદી આવવાનાં હોવાના કારણે કેવડિયા સહીતનો વિસ્તાર SPGનાં હવાલે કરી દેવામાં આવ્યો છે. તમામ સ્થળો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. PM મોદી 17મી સપ્ટેમ્બરનાં રોજ નર્મદા ડેમનો હેલિકોપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે. બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા બંધ પર નર્મદા મૈયાના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમજ જનસભા પણ સંબોધશે.