ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજ્યંતિ છે. ત્યારે નર્મદાના એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે PMની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર પટેલની વિરાટ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં એકતા પરેડનું નીરિક્ષણ કર્યું હતુ.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં યોજાનારી એકતા પરેડમાં ભારતના 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા.એકતા પરેડમાં અર્ધ લશ્કરી દળના જવાનોની ટુકડી સાથે 5 રાજયોની પોલીસ પણ જોડાઇ.