ઉપરવાસમાં સારો વરસાદ થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રો અનુસાર ઉપરવાસમાંથી 7,819 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી હાલ 108.23 મીટર છે અને ડેમમાં 3363.15 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આવકની સામે નર્મદા મુખ્ય કેનાલમાં 1,243 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે.