એક તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે તો બીજી તરફ નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમાં પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના અધ્યક્ષ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમાં પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મહેશ વસાવાએ નર્મદા જિલ્લામાં પાણીના પ્રશ્નોને નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.
જણાવી દઈએ કે, મહેશ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે, નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી દૂર નહીં કરાય તો આગામી 13 તારીખથી આંદોલન કરવામાં આવશે. સાથે સાથે 13 તારીખે નર્મદાની મુખ્ય કેનાલના દરવાજા બંધ કરીને સમગ્ર ગુજરાતમાં જતું પાણી અટકાવી દેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે પાણીની સમસ્યા વકરી રહી છે. આજે ગામડાઓમાં મહિલાઓને કિલોમીટરો સુધી પાણી લેવા માટે જવું પડે છે. તો સાથે સાથે મુંગા પશુઓ પણ પાણી માટે વલખાં મારી રહ્યા છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ આવેલો છે. આ ડેમનું પાણી સૌરાષ્ટ્ર કચ્છમાં અને ઉદ્યોગોને આપવામાં આવે છે એ કેવી રીતે ચાલે.