નર્મદા : અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડાની ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર કેટલાંક પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જે મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ઓછા એમિશન ઉત્પન્ન કરતા ફટાકડાને જ પરવાનગી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય, હવા પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પ્રતિબંધ રહેશે.