જેટ એરવેઝના સંસ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઇકોર્ટમાંથી પણ પરવાનગી મળી નથી. ગોયલ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે અને એના વિરોધમાં તેમણે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. નરેશ ગોયલે લુક આઉટ સર્ક્યુલરને રદ કરવાની અપીલ કરી હતી. જોકે આ કેસમાં મંગળવારે દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સુરેશ કૈતે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં તેમને વચગાળાની રાહત આપી શકાય એમ નથી. જો ગોયલને વિદેશ જવું હોય તો તેમણે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની ગેરંટી આપવી પડશે. તેમને અરજન્ટમાં વિદેશ પ્રવાસ કરવો હોય તો તેમણે ગેરંટીરૂપે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવવા પડશે.