Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા મૈયાની મહાઆરતી કરીને નર્મદાના નીરના વધામણા કર્યાં છે. પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના 100 વિદ્વાન ભૂદેવોએ વેદોક્ત મંત્રોચ્ચારનું ઉચ્ચારણ કર્યું હતું. અને તે જ વખતે PM મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા અને નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કરી હતી. આ પહેલાં સવારે PM મોદીનું કેવડિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. જણાવી દઈએ કે PM મોદીએ ઇકો ટુરીઝમ સાઇટ, રિવર રાફ્ટીંગ, જંગલ સફારી, બટરફ્લાય પાર્ક, એકતા નર્સરી અને વિશ્વવનની સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. બટર ફ્લાય પાર્કમાં PM મોદીએ પતંગિયા ઉડાવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ PM મોદી કેવડિયા ખાતે 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણા કર્યાં હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ