લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે પીએમ મોદી, ખાનપુર સ્થિત કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મોટી સંખ્યામાં પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના સમર્થકોને સંબોધન કર્યું હતું તેઓએ ગુજરાતને બાપુની તપો ભૂમિ કહી હતી અને સરદાર પટેલને યાદ કર્યા હતો અને સમગ્ર ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું દ્રીવિધામાં હતો કે એક તરફ કર્તવ્ય છે અને બીજી તરફ કરુણા છે. સુરતની ઘટના હદયને હચમચી તેવી છે અને પરિવારોનો દીપ બુઝાઈ ગયો છે તેઓના પ્રત્યે જેટલું દુઃખ અને સંવેદના વ્યક્ત કરીએ એટલી ઓછી છે. તેઓના પરિવારને પરમાત્મા આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. ભવિષ્યમાં આવી ઘટનાને પહોંચી વળવા કટિબદ્ધ રહેવાનું માટે કહ્યું હતું. આ ધરતીએ મને મોટો કર્યો છે તેના લીધે આ માટીને માથે ચડવાની અને માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા તો દરેક સંતાન થતી હોય છે અને આપના દર્શન માટેની તક આપી તેના બદલ આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર ગુજરાતના દર્શન કરવા માટે આવ્યો છું.
તેઓએ વધુમાં કહ્યું હતું કે તમારો પ્રેમ આટલો બધો છું કે શબ્દોમાં વ્યક્ત કરવો ઓછા પડે છે અને માથું નમાવીને ગુજરાતની ધરાને નમન કરું છું અને વિશ્વમાં વસતા ગુજરાતીઓને લોકશાહીના પર્વમાં ભાગીદાર થયા છે તેઓને પણ સાથે સાથે યાદ કરું છું.
તેઓએ વધુમાં કહ્યું હતું કે ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચુંટણી જીતી ત્યારે અહિયાં આવ્યો હતો અને હવે 7 વર્ષ પછી આવ્યો છું. અહીથી સંસ્કાર મળ્યા અને સંકલ્પો મળ્યો અને અહીંથી બધું શીખતા ગયા અને ૨૦૧૪માં બધાએ વિદાય આપી અને ઘરનો દીકરો ગમે તેટલો મોટો થાય પરંતુ વિદાય એ વિદાય કહેવાય. વિદાય આપનારોની આંખો એક વિશ્વાસ હતો કે નરેદ્ર મોદી કઈક સારું કરશે. વિશ્વાસ સંપાદન કરવા માટે શબ્દોમાં સાથીયા પૂરવાથી કામ થતું નથી પણ કાર્ય કરવું પડે છે. આખા દેશમાં ગુજરાતના વિકાસની હવા ફેલાયેલી હતી. ગુજરાતની સિદ્ધિની વાતો મારા પહેલા પહોંચી ગઈ હતી .ગુજરાત ગૌરવની ગાથા, બંગાળના એક બહેનની વાત ટાંકતા કહ્યું હતું કે તેઓએ એક ઈન્ટરવ્યું આપતા હતા અને બંગાળીમાં મોદી મોદી કરતા હતા અને અમારું બંગાળ પણ ગજરાત જેવું બનાવવું છે તેવી વાત કરી હતી.
તેઓએ વધુમાં કહ્યું હતું સમગ્ર ચુંટણી દરમિયાન, સરકાર કરેલા કામો માટે ,દરેક મતમાં તાકાત હતી આ દેશને સમૃદ્ધ બનાવશે .આ ચુંટણી દેશની જનતાએ લડી છે અને આઝાદી પછી સૌથી મોટું મતદાન થયું છે અને ગુજરાતની ૧૮૨ વિધાનાસભામાંથી ૧૭૩ વિધાનસભા બેઠક પર ભાજપને લીડ મળી છે. જનતાનો અભાર વ્યક્ત કરું છું. વિવેક એ મર્યાદાની જડીબુટ્ટી છે. ભારતમાં એક વાર ફરથી મજબુત સરકાર આવી છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે ભારતે પાંચ વર્ષમાં અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરાશે ત્યારે જન ચેતનાનો અવસર છે અને ભારતને આગળ જવાની શક્તિ મળશે, એક રસ સમાન, એક સંકલ્પ ,એક લક્ષ સાથે આવનાર સમયમાં લક્ષ પ્રાપ્ત કરીએ. રાષ્ટ્રપતિએ સરકાર બનાવવા માટેનું આંમત્રણ આપ્યું છે ત્યાર બાદ પહેલી વખત તમારી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું.