સ્વતંત્રતા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. PM મોદી ભારતીય ઇતિહાસમાં ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બની ગયા છે. PM મોદી આ પ્રકારનો રેકોર્ડ બનાવનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે. તેમના પહેલા જે ત્રણ વડાપ્રધાન હતા તે બધા કોંગ્રેસ પક્ષ તરફથી હતા.
જણાવી દઈએ કે PM મોદીએ બિન-કોંગ્રેસી સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાનનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. નોંધનીય છે કે પીએમ મોદી પછી આ લિસ્ટમાં અટલ બિહારી વાજપેયીનો સ્થાન છે જેમણે પોતાના આખું કાર્યકાળ મળી 2268 દિવસ સુધી દેશની સેવા કરી હતી. આજે પીએમ મોદી એ કાર્યકાળથી આગળ નિકળી ગયા છે.
અગાઉ સૌથી લાંબા કાર્યકાળવાળા વડાપ્રધાનોમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂ, ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંહના નામ સામેલ છે. હવે પીએમ મોદી ચોથા સૌથી વધુ દિવસ સુધી દેશની કમાન સંભાળનાર વડાપ્રધાન બની ગયા છે.
15 ઓગસ્ટે પણ PM મોદી બનાવશે વધુ એક રેકોર્ડ
જણાવી દઈએ છે કે પીએમ મોદી આ વર્ષે 15 ઓગસ્ટે જ્યારે લાલ કિલ્લા પરથી ઝંડો ફરકાવશે તો પણ વધુ એક રેકોર્ડ નોંધાવશે. 15 ઓગસ્ટે પીએમ મોદી સાતમી વખત લાલ કિલ્લા પરથી ભારતીય ઝંડો ફરકાવશે. તેની સાથે જ આમ કરનાર વડાપ્રધાનની યાદીમાં તેઓ ચોથા નંબર પર આવી જશે.