લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લીધા છે. હાલ રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહ ચાલી રહ્યો છે. જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી દેશના એવા બીજા નેતા છે જે સતત ત્રીજી વખત આ જવાબદારી મળી છે. ભાજપની સાથે NDAના તમામ સાથી પક્ષોના નેતાઓ પણ શપથગ્રહણમાં ઉપસ્થિત છે.