ભારતનાં ૧૫મા વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સાંજે ૭.૦૪ કલાકે હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનનાં પ્રાંગણમાં યોજાયેલા ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીને હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા હતા. તેઓ સતત બીજી વખત બિન કોંગ્રેસી સરકારનાં વડા પ્રધાન પદે આરૂઢ થયા હતા. રાષ્ટ્રપતિએ મોદી કેબિનેટનાં સાથી પ્રધાનોને પણ શપથ લેવરાવ્યા હતા. આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જનાદેશ મેળવ્યા પછી ભાજપનાં વડપણ હેઠળની એનડીએ સરકારે બીજી વખત દેશની બાગડોર સંભાળી હતી. મોદીએ બરાબર ૭.૦૪નાં ટકોરે હિન્દીમાં સોગંદ લીધા હતા અને ૭.૦૬નાં ટકોરે હોદ્દો સંભાળ્યો હતો. મોદી કેબિનેટની સોગંદવિધિમાં બિમ્સટેકનાં સભ્ય દેશોનાં વડાઓ, દેશ- વિદેશથી આવેલા મહાનુભાવો અને વિરોધ પક્ષનાં નેતાઓ તેમજ કેટલાક રાજ્યોનાં મુખ્યપ્રધાનો અને ગવર્નરોની સહિત ૮૦૦૦ જેટલા આમંત્રિતોની હાજરીથી શપથવિધિ સમારોહ દીપી ઊઠયો હતો. ભાજપનાં ૫૨, સાથીપક્ષોનાં ૪ અને એક નિષ્ણાતને મોદી કેબિનેટમાં સ્થાન અપાયું છે.