જમ્મુ કાશ્મીર પોલીસે બારામુલ્લામાં નાર્કો ટેરરના એક મોડયૂલનો પર્દાફાશ કર્યો છે. કેંદ્ર શાસિત પ્રદેશની પોલીસે 12 લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી હેરોઇનના 11 પેકેટ, હિથયારો અને કારતુસની સાથે રોકડ રકમ પણ જપ્ત કરી છે. આ ઉપરાંત 10 ગ્રેનેડ, ચાર પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતૂસ પણ જપ્ત કર્યા છે. રોકડ રૂપિયા 21 લાખ પણ મળી આવ્યા છે.
પોલીસે જણાવ્યું છે કે આ મામલે એક ટ્રક, એક વર્ના કાર, અને એક સ્કૂટી પણ જપ્ત કરી લીધી છે. એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે આ કાવતરાનો ભાંડો ફૂટયા બાદ અનેક ખુલાસા પણ થઇ શકે છે.