દેશમાં અનેક વખત મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની છે તેવી અનેક ઘટના સામે આવે છે તો કેટલીક નથી આવતી. વર્ષ ૨૦૧૩માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિક બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આમ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી છે. પરંતુ આજે ચુકાદો આવ્યો છે. જેમાં નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે તમામને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે.
સાધિકા બહેનો દ્વારા 10 વર્ષ જૂના કેસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સાધિકા બહેનોનું કોર્ટમાં 164 મુજબનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ નિવેદનના આધારે જ આખરે કેસ નોંધાયો હતો. અને નારાયણ સાંઈ પકડાયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં આજે કોર્ટે નારાયણ સાંઈને દોષિત જાહેર કરતાં પીડિતા બહેનોને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
સુરત સેશન્સ કોર્ટમાં નારાયણ સાંઈ દોષિત જાહેર, 30 એપ્રિલે સજા જાહેર થશે. આખી ઘટના ક્રમ આ પ્રમાણે છે:
6/10/2013 ના રોજ સુરત જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
4/12/2013ના રોજ પોલીસે પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો
4/12/2013 ની સાંજે ફલાઇટ મારફતે સુરત લાવામાં આવ્યો
4/12/2013ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત કેસમાં ધરપકડ કરી
5/12/2013ના રોજ નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
5/12/2013ના રોજ સુરત પોલીસને અલગ અલગ મુદ્દાઓ પર 14 દિવસના રિમાન્ડ મળ્યા
રિમાન્ડ પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે
પાંચ વર્ષથી વધુ સમય સુધી ટ્રાયલ ચાલી