થપ્પડ વાળા નિવેદન મુદ્દે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને જામીન મળ્યા છતાં રાહત મળતી જોવા મળી રહી નથી. જોકે, હવે નાસિક પોલીસે રાણેને તેમના વિરૂદ્ધ FIRના મુદ્દે નોટિસ મોકલીને બે સપ્ટેમ્બરે થાણેમાં રજૂ થવાનુ કહ્યુ છે. ત્યાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા મુંબઈમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના આવાસની બહાર પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.
રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ આપત્તિજનક નિવેદન આપ્યુ હતુ. જે બાદ તેમના વિરૂદ્ધ ધરપકડની નોટિસ જારી કરી દેવાઈ હતી. આ મામલે રાણેને પહેલા ચિપલૂનથી અટકાયત કરાઈ હતી. જે બાદ કાર્યવાહી પૂરી કરીને ધરપકડ કરી લેવાઈ. રાતે તેમને રાયગઢના મહાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને જામીન આપવામાં આવ્યા.