ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર.નારાયણ મૂર્તિએ ફરી વાર ચર્ચામાં આવ્યાં છે આ વખતે તેમના અઠવાડિયાના 70 કલાકના મંત્ર માટે પરંતુ પોતાના ચાર મહિનાના પ્રપૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિને 240 કરોડથી વધુના શેર ભેટમાં આપ્યા છે. એક્સચેન્જ ફાઇલિંગમાં ખુલાસો થયો છે કે એકાગ્રહ ઈન્ફોસિસના 15,00,000 શેરની માલિકી ધરાવે છે. એકાગ્રહનો જન્મ નવેમ્બર 2023માં રોહિત મૂર્તિ અને અપર્ણા કૃષ્ણનને ત્યાં થયો હતો. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિને રોહન મૂર્તિ અને અક્ષતા મૂર્તિ એમ બે સંતાનો છે. અક્ષતા મૂર્તિ અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનકની પત્ની છે.