મુખ્યમંત્રી મમતા બેનર્જી એ આજે હલ્દિયામાં પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ નંદીગ્રામ થી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. હલ્દિયામાં નામાંકન દાખલ કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે નંદીગ્રામ મારા માટે નવું નથી. મેં હંમેશા નંદીગ્રામ આંદોલન માટે સાથ આપ્યો.
મમતા બેનર્જી એ વધુમાં કહ્યું કે મારી ઈચ્છા હતી કે નંદીગ્રામ કે સિંગુરથી ચૂંટણી લડું. નંદીગ્રામ એ જગ્યા છે જ્યાંથી આંદોલન શરૂ થયું. નંદીગ્રામનો એક સંગ્રામ પણ છે. હું સ્ટ્રીટ ફાઈટર હતી, સ્ટ્રીટ ફાઈટર છું અને સ્ટ્રીટ ફાઈટર રહીશ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તિ બધાને હું પ્રેમ કરું છું. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ આવતી કાલે એટલે કે 11 માર્ચે પાર્ટીનું ઘોષણાપત્ર બહાર પાડશે. હલ્દિયામાં ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે રોડ શો કર્યો.