લોકસભા નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે (7 ફેબ્રુઆરી) ગઠબંધન પાર્ટી સાથે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી છે. રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો થયો છે. આ સિવાય રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.