મહારાષ્ટ્રમાં અસલી અને નકલી શિવસેનાને લઇને રાજકારણ ગરમાયું છે. આ સ્થિતિ વચ્ચે કઇ શિવસેના અસલી અને કઇ નકલી તે નિર્ણય સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ ઉપર છોડયો હતો. ત્યારે ચૂંટણી પંચે હાલ શિવસેના નામ પર અને તેના ચિન્હ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેને પગલે હાલ શિવસેનાના બેમાંથી એક પણ જૂથને શિવસેના નામ અને તેના ચિન્હ ધનુષનો ઉપયોગ કરવા નહીં દેવાય. જ્યારે બન્ને જૂથોએ ૧૦મી ઓક્ટોબરે બપોરે ૧ વાગ્યા સુધી પોત પોતાના નવા ચૂંટણી ચિન્હ ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાના રહેશે. ફ્રી ચિન્હોમાંથી કોઇ પસંદ કરવાના રહેશે.