અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. 24 તારીખે ટ્રમ્પ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક ભવ્ય રોડ શો યોજશે. જે લગભગ 22 કિલોમીટર જેટલો લાંબો હશે. ત્યાર બાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન તેઓ PM મોદી સાથે કરવાના છે. અહીં જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખને આવકારતો 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ પણ યોજાશે. ત્યારે અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલે ટ્રમ્પ-મોદીના રોડ શોમાં જોડાવા માટેનું એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, 'આ રોડ શોમાં જોડાવા માટે મારા કાર્યાલયનો સંપર્ક કરેથી યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે.' તેમણે પોતાના કાર્યાલયનો નંબર પણ દર્શાવ્યો છે. જે આ મુજબ છે 079- 25329009 જેની પર સોમવારથી શુક્રવાર સુધી સવારે 11:30થી સાંજે 7 વાગ્યા સુધી સંપર્ક કરવા જણાવાયું છે.