અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને મોદી અમદાવાદ આવી રહ્યા છે. બન્ને મહાનુભાવો એરપોર્ટથી રોડ શો કરી ગાંધી આશ્રમ જશે. જ્યાંથી તેઓ મોટેરા સ્ટેડિયમ જવા નીકળશે. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્રમ્પ અમદાવાદ આવશે. પણ તેમના આગમન પહેલાં જ વહેલી સવારથી જ લોકોએ મોટેરા સ્ટેડિયમની બહાર લાઈનો લગાવી હતી. હાલ સ્ટેડિયમ 75 ટકા જેટલું ફુલ થઈ ગયું છે. જો કે VVIP અને પ્લેટિનમ તથા ગોલ્ડની 50 ટકા બેઠકો હજુ ખાલી છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજારની બેઠક વ્યવસ્થા છે.