અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ગુજરાત અને અમદાવાદમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે. પરંતુ ભવ્ય તૈયારીઓ વચ્ચે મોટેરા સ્ટેડિયમનો ગેટ પડ્યો હતો. પવનની ઝાપટાઓને કારણે અસ્થાયી દરવાજો સ્ટેડિયમ નજીક પડ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પનો કાફલો આ ગેટમાંથી જ મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશ કરવાનો હોવાથી અધિકારીઓમાં એક સમયે દોડધામ મચી ગઈ હતી.