અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ ભારત પ્રવાસ અંતર્ગત સોમવારે અમદાવાદ આવી પહોંચશે. તેઓ ભારત આવવા માટે અમેરિકાથી રવાના થઈ ગયા છે અને ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. PM મોદી પણ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. હાલ અમદાવાદમાં ઠેર-ઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રમ્પના ભારત પહોંચ્યા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારત તમારી રાહ જોઈ રહ્યું છે. તમારી યાત્રા આપણા બે રાષ્ટ્રો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત કરનારી છે. અમદાવાદમાં જલ્દી મળીએ છીએ.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસની પળેપળની અપડેટ
- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કરવા માટે PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
- ભારત આવ્યા પહેલા અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે, અમે ભારત આવવા આતુર છીએ. અમે રસ્તામાં છીએ. થોડા કલાકો બાદ અમે સૌને મળીશું.