યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઔઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત ૩૦ જેટલા ઉચ્ચ અધિકારીઓના ડેલિગેશન સાથે સોમવારે અમદાવાદ આવી રહ્યા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે. ટ્રમ્પનું મેગાસિટીમાં રોકાણ સાડા ત્રણ કલાકનું રહેશે. તેઓ તેમના ખાસ વિમાન મારફતે સવારે ૧૧:૫૫ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થશે. વિમાનમાં તેઓ પરંપરાગત રીતે ટોચના અમેરિકી અધિકારીઓ સાથે સમગ્ર કાર્યક્રમોની તલસ્પર્શી વિગતો ૧૫ મિનિટમાં મેળવી બહાર આવશે અને એ સાથે ગાર્ડ ઓફ ઓનર આપતાં લશ્કરની ત્રણ પાંખના જવાનોની કવાયત અને બેન્ડથી એરપોર્ટ ધણધણી ઊઠશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રમ્પનું શાનદાર સ્વાગત થશે એ સાથે દુનિયાની સૌથી મોટી મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખ અને દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના વડાનું મિલન થશે.