નલિયાકાંડમાં પીડીતાનું 65 લોકોએ શોષણ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. વકીલોની સત્યશોધક સમિતિએ તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ વિગતો બહાર આવી. અહેવાલમાં શૈક્ષણિક સંકુલની સંડોવણી પણ સામે આવી છે, તેમજ સાંસદ વિનોદ ચાવડા પર પણ ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ છે. સમિતિએ 12 નેતાઓની સીડીની તપાસ અને શંકરસિંહે આપેલી સીડીની પણ તપાસની માગ કરી છે.