નલિયા દુષ્કર્મકાંડમાં આરોપીઓની ધરપકડનો સીલસીલો જારી છે. પણ કાંડમાં મહત્વની ભૂમિકા ભજવનારી ‘’ભાભી’’ પકડાઈ નથી. જો ભાભીની ધરપકડ થાય તો ઘણાં ભેદ ઉકેલાય તેમ છે. સૂત્રોના મતે નેતા અને પીડીત વચ્ચે વચેટિયાનું કામ કરતી ભાભી પરપ્રાંતીય મહિલા છે. અતુલ ઠક્કર સાથે નજીકનો સંબંધ ધરાવતી ભાભીને લોહાણા સમાજની વાડીમાં રોટલી વણવાનું કામ કરતી અને બાદમાં ભાજપની શિબિરનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો.