નલિયા ગેંગરેપ કેસમાં પીડીતાએ ભૂજની કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. જેમાં દાવો કર્યો કે દુષ્કર્મ આચરનારા આરોપીઓ પૈકીનો એક આરોપી વસંત ભાનુશાળી ખોટો પકડાયો છે. પોલીસે ગાંધીધામના વસંતને પકડ્યો છે, જ્યારે દુષ્કર્મ આચરનાર વસંત આદિપુરનો છે. જોકે, કોર્ટે નોંધ્યું કે પીડીતાએ પહેલા આ જ વસંતને ઓળખી બતાવેલો. હવે ખોટા સોગંદનામા મુદ્દે પોલીસ પીડીતાને સાણસામાં લેવાની તજવીજ હાથ ધરી છે.