પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરને સોમવારે રાતે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. તેના વકીલ પી.પુજાઝેંડીના જણાવ્યા પ્રમાણે નલિની ઈચ્છે છે કે જે કેદી સાથે ઝઘડો થયો છે તેને બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે, કારણકે બંને વચ્ચે ગેરસમજ છે. આ મુદ્દે ગઈ રાતે નલિનીની જેલર સાથે પણ બોલચાલ થઈ હતી. ત્યારપછી નલિનીએ કપડાંથી પોતાનું ગળુ દબાવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેલ સ્ટાફે તેને રોકી લીધી હતી.
રાજીવ ગાંધી હત્યાકાંડમાં નલિનીના પતિ સહિત 6 દોષી સજા કાપી રહ્યા છે
નલિની 29વર્ષથી જેલમાં છે. તેની દીકરીનો જન્મ પણ જેલમાં થયો છે. તે ઉપરાંત રાજીવ ગાંધી હત્યાકાંડના અન્ય 6 કેદી પણ જેલમાં જ છે. તેમાં નલિનીનો પતિ મુરુગન પણ સામેલ છે.
20 વર્ષ પહેલાં નલિનીની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ
તમિલનાડુના શ્રીપેરમબુદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન 21 મે 1991માં લિટ્ટેના આત્મઘાતી હુમલામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં નલિનીને મોતની સજા આપવામાં આવી હતી. પરંતુ તમિલનાડુ સરકારે 24 એપ્રિલ 2000ના રોજ તેમની સજા આજીવન કેદમાં ફેરવી હતી.