નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે હરિયાણા (Haryana)માં CM તરીકે શપથ લેશે. પંચકુલામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને શપથવિધિ સવારે 10 વાગ્યે થશે. શપથ ગ્રહણ કાર્યક્રમ સેક્ટર 5 સ્થિત દશેરા ગ્રાઉન્ડમાં યોજાશે. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી અને પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ અને અન્ય રાજ્યોના CM હાજર રહેશે. તમને જણાવી દઈએ કે હરિયાણા માં BJP સતત ત્રીજી વખત સત્તામાં આવી છે.