મહારાષ્ટ્રના નાગપુરમાં ગત સોમવારે ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તેના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. ઘર ફહીમની પત્નીના નામે નોંધાયેલું છે. આ ઘર 86.48 ચોરસ મીટરમાં બનેલ છે. ફહીમની મોમીનપુરા વિસ્તારમાં બુરખાની દુકાન છે.