કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું આજે 100ની વયે નિધન થયું છે. આજે 11.30 કલાકે શ્વાસની તકલીફ થતા મહિધરપુરા વિસ્તારમાં આવેલી બુરહાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમણે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું.
જન્મ સ્થળ અને અભ્યાસ
નગીનદાસ સંઘવીનો જન્મ 10 માર્ચ 1920ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમણે ભાવનગરની ખ્યાતનામ શામળદાસ કોલેજમાં BA કર્યું હતું. અભ્યાસ દરમિયાન તેમને સરદાર પટેલને સાંભળવાની તક મળેલી. તેમણે 1951થી ૧1980 સુધી મુંબઈની ત્રણ કોલેજોમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી.જ્યારે 1944માં તેમણે મુંબઈની એક જાહેરખબર એજન્સીમાં 30 રૂપિયાના પગાર સાથે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરેલી. થોડો સમય વીમા એન્જટ તરીકે પણ કામ કર્યું હતું. નગીનદાસ સંઘવી દિવ્યભાસ્કર માટે તડ અને ફડ કટાર લખતા હતા.
અનેક પુસ્તકો લખ્યા
તેમણે અત્યાર સુધીમાં ‘ગુજરાતઃ એ પોલિટિકલ એનાલિસિસ’, ‘મહામાનવ શ્રી કૃષ્ણ’, ‘ગુજરાત એટ ક્રોસ રોડ’,‘નરેન્દ્ર મોદીઃ એક રાજકીય સફર’,‘ગીતા વિમર્શ’,‘અ બ્રીફ હિસ્ટરી ઓફ યોગા’,‘સરદાર પટેલઃએક સમર્પિત જીવન’ (રાજમોહન ગાંધીના અંગ્રેજી પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ),‘ગાંધીઃ ધ એગની ઓફ એરાઈવલ ધ સાઉથ આફ્રિકન ઈયર્સ’, ‘રામાયણની અંતર યાત્રા’, ‘ગીતા નવી નજરે’, ‘ધર્મ અને સમાજ’, ‘લોકશાહીને લૂણો’ સહિત અનેક પુસ્તકો લખ્યા હતા. તેમજ તેમના નામે મે 29 પરિચય પુસ્તિકાઓ બોલે છે.