સૌરાષ્ટ્ર અને કચ્છની 61 નગરપાલિકાઓએ વોટર-વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટના ખર્ચેપેટે 124 કરોડથી વધુ રકમ ચૂકવવાની બાકી છે. ખાસ કરીને અમરેલી, અંજાર, મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગર નગરપાલિકાની વસુલાતની રકમ મોટી છે. વીજતંત્રએ અમરેલી જિલ્લાની નગરપાલિકાઓ પાસેથી 30 કરોડનું લેણું નીકળે છે, સુરેન્દ્રનગરની 7 નગરપાલિકાઓનું 27 કરોડનું. ન.પા.ઓને ખર્ચ પેટે સરકારની ગ્રાન્ટ મળે છે, પણ આયોજનના અભાવ આ સ્થિતિ સર્જાય છે.