ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય નાગાલેન્ડમાં શનિવારે સાંજે ફાયરિંગની બહુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં અત્યારસુધી 13 નાગરિકોના મૃત્યુ થયાના અહેવાલ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. ફાયરિંગની ઘટના બાદ જોવા મળેલા ફોટોમાં ગાડીઓ સળગતી દેખાય છે. આ ઘટના નાગાલેન્ડના મોન જિલ્લા (Mon District)ના ઓટિંગની છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે સુરક્ષા દળોએ આ લોકોને એનએસસીએન (NSCN)ના શંકાસ્પદો સમજી લીધા. રિપોર્ટ અનુસાર ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી.