લગ્નનું વચન આપ્યા બાદ પ્રેમીએ તરછોડી દેતા ચાર દિવસ પહેલા વડોદરાની યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં જે.પી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ મૃતક નફીસા ખોખરના પ્રેમી રમીઝ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાન ગુનો દાખલ કર્યો છે. જે.પી. પોલીસે આ કેસમાં પ્રાથમિક તપાસ કર્યાં બાદ ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થયા બાદથી આરોપી રમીઝ ફરાર થઈ ગયો છે. આરોપીની ધરપકડ કરવા માટે વડોદરા પોલીસે ખાસ ટીમ બનાવી છે. આ ઉપરાંત વડોદરા પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ની પણ મદદ લીધી છે. પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે નફીસાએ અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, જે તે સમયે પોલીસે તેણીને બચાવી લીધી હતી. આ પહેલી નફીસા દાણીલીમડા પોલીસ મથકેપ્રેમી વિરુદ્ધ ફરિયાદ આપવા ગઈ હતી તેવી પણ માહિતી મળી છે.